Rajkot: વેક્સિન લેવા માટે યુવાનોમાં જબરદસ્ત જાગૃતિ, શહેરના અલગ અલગ કેન્દ્ર પર જોવા મળી લાઈનો
ગુજરાતમાં આજથી 18 વર્ષથી વધુ વયના લોકોના વેક્સિનેશન અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે. ત્યારે રાજકોટમાં યુવાનોમાં જબરદસ્ત જાગૃતતા જોવા મળી. સવારથી યુવાનો વેક્સીન સેન્ટર પર પહોંચ્યા હતા. વેક્સિન માટે વિવિધ કેન્દ્ર પર લાઈનો જોવા મળી હતી. રાજકોટ (Rajkot)માં અલગ અલગ 48 સ્કૂલોમા વેક્સિનેશનની પ્રકિયાઓ હાથ ધરવામાં આવી છે. મનપાનો 300 લોકોના સ્ટાફ તૈનાત કરવામાં આવ્યો છે.સાંજ સુધીમાં એક સેન્ટર પર 200 લોકોને વેકસીનેશન થઇ શકશે.