Rajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો
Rajkumar Jaat Case: રાજકુમારને પ્રાઈવેટ પાર્ટમાં ગંભીર ઈજાઓ, ફોરેન્સિક રિપોર્ટમાં મોટો ખુલાસો
ગોંડલમાં રાજકુમાર જાટના શંકાસ્પદ મોત કેસમાં એક બાદ એક ખુલાસા થઈ રહ્યાં છે. ત્યારે હવે આ રાજકુમાર જાટ મોત કેસ અંગે મહત્ત્વના સમાચાર સામે આવ્યા છે. ગોંડલમાં મૃતક રાજકુમાર જાટના ફોરેન્સિક રિપોર્ટમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. મૃતક રાજકુમારના શરીર પર લાકડી જેવા પદાર્થથી ઇજા થઈ હોવાના નિશાન મળી આવ્યા છે. રિપોર્ટમાં કુલ બે ભાગમાં ઈજાના નિશાન કેવી રીતે પડ્યા તેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
ગોંડલમાં રાજકુમાર જાટના મોત કેસમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ રિપોર્ટ સામે આવ્યો છે. ફોરેન્સિક રિપોર્ટમાં અનેક ચોંકાવનારી હકીકતોનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોસ્ટમોર્ટમ રિપોર્ટ અનુસાર, મૃતકના શરીર પર લાકડી જેવા પદાર્થ વડે ઈજા પહોંચાડ્યાના નિશાન જોવા મળ્યા. લાકડીથી માર મારવામાં આવ્યો હોય તેવા 4-4 સેન્ટીમીટરના ઇજાના નિશાન જોવા મળ્યા છે. સાથે જ રિપોર્ટના મુદ્દા નંબર 30 અને 31માં ગુદામાં 7 સેન્ટી મીટરનો ચિરો હોવાનો ઉલ્લેખ પણ છે.