Rajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ , નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવા
Rajkumar Jaat: મૃતક રાજકુમાર જાટના ચોંકાવનારા CCTV ફૂટેજ આવ્યા સામે, નિવસ્ત્ર હાલતમાં પસાર થતો મળ્યો જોવા
ગોંડલના યુવક રાજકુમાર જાટના મોત કેસમાં વધુ એક CCTV ફૂટેજ સામે આવ્યાં છે. રાજકુમાર 3 માર્ચે સવારના 8 વાગ્યાની આસપાસ નિર્વસ્ત્ર હાલતમાં રાજકોટ-અમદાવાદ હાઇ-વે પર ચાલીને જતો જોવા મળ્યો હતો. હાલ આ CCTV ફૂટેજ વાઇરલ થયા છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ રાજકોટથી રાજકુમારનો મૃતદેહ મળ્યાં બાદ 9 માર્ચે મૃતકના જીજાજીએ પણ મૃતદેહને ઓળખી બતાવ્યો હતો. આ સમયે પોલીસને નિવેદન આપતા સમયે તેઓએ રાજકુમારની માનસિક સ્થિતિ સંપૂર્ણ સ્વસ્થ ન હોવાનું પણ ઉલ્લેખ કર્યો હતો.
મુળ રાજસ્થાનના અને આશરે 30 વર્ષથી ગોંડલમાં ત્રણ ખૂણિયા પાસે શ્રીજી પાંઉભાજી નામની દુકાન ધરાવતા રતનભાઈ ચૌધરી (જાટ)નો પુત્ર રાજકુમાર જાટ 3 માર્ચે ઘરેથી ભેદી રીતે ગુમ થયો હતો. બે દિવસ સુધી રાજકુમાર ઘરે પરત ન આવતા 5 માર્ચના રોજ પિતા રતનકુમારે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસને અરજી પણ આપી હતી. આ સાથે રાજકોટ ગ્રામ્ય પોલીસને જાણ કરી હતી. પિતાએ પોલીસમાં અરજી કરતા શહેરના બસ સ્ટેન્ડ સહિતનાં જાહેર સ્થળો ઉપર આ યુવક ગુમ થયો હોવાનાં પોસ્ટર લાગ્યાં હતાં. મૃતક રાજકુમાર UPSCની તૈયારી કરતો હતો. યુવક ગુમ થયાના 6 દિવસ બાદ એટલે કે, 9 માર્ચના રોજ રાજકોટ-અમદાવાદ હાઇવે પર કુવાડવા નજીકના તરઘડિયા ઓવરબ્રિજ ઉપર રાત્રિના સમયે ઈજાગ્રસ્ત હાલતમાં 108 રાજકુમારને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં લાવી હતી. જ્યાં ટૂંકી સારવાર દરમિયાન 3:42 વાગ્યે તેનું મોત નીપજ્યું હતું.