Rajkot: સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી આજી નદીમાં પહોંચતા વધામણા, જુઓ વીડિયો
રાજકોટના આજીડેમમાં નવા નીરની આવક થઈ છે. સૌની યોજના હેઠળ નર્મદાનું પાણી રાજકોટની આજી નદીમાં ઠાલવાતા રાજકોટ મહાનગરપાલિકાના કમિશનર ઉદિત અગ્રવાલ અને નવનિયુક્તિ કોર્પોરેટરો નીરના વધામણા કર્યા આગામી 15 દિવસ સુધી સૌની યોજના થકી રાજકોટને 600 MCFT પાણી આજીમાં ઠાલવાશે. રાજકોટ શહેરને આજી, ન્યારી અને ભાદરમાંથી પાણી પૂરૂ પાડવામાં આવે છે