Rajkot: જેતલસર ગામે સગીરા હત્યા કેસ, મંત્રી જયેશ રાદડિયાએ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી
રાજકોટના જેતલસર ગામે થોડા દિવસ પહેલા સગીરા હત્યાની ઘટના બની હતી. સગીરાની હત્યાના પડઘા ગોંડલમાં પડ્યા હતા જ્યાં લોકોએ ન્યાય માટે મૌન રેલી યોજી હતી. આજે કેબિનેટ મંત્રી જયેશ રાદડિયાએ સગીરાના પરિવારના લોકો સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. સાથે જ રાજકોટ જિલ્લા પોલીસ વડા પણ ગામમાં પહોંચ્યા હતા અને આરોપીઓને કડકમાં કડક સજા થશે તે વાતની બાંહેધરી આપી હતી. જયેશ રાદડિયાએ કહ્યું કે આરોપી વિરોધમાં પોસ્કોની કલમ ઉમેરવામા આવી છે