રાજકોટની કર્તવ્યનિષ્ઠ નર્સને સલામ, દાદા-દાદીના નિધન થયા છતાં ફરજ પર થયા હાજર, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
24 Apr 2021 11:36 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appરાજકોટમાં વધતા કોરોના કહેર વચ્ચે મેડિકલ સ્ટાફ ની જવાબદારી વધી છે રાજકોટ મહાનગરપાલિકા માં આરોગ્ય વિભાગમાં કામ કરતી સ્ટાફ નર્સ હિરલ સરવૈયા પોતાના પરિવાર પર આવેલી આફતને ભૂલીને કોરોના દર્દીઓની સારવાર માટે ફરજ પર હાજર રહી હતી. હિરલ સરવૈયા નામની સ્ટાફ નર્સ કે જેમના દાદી કોરોના ના કારણે ગઈ 15 તારીખે મૃત્યુ પામ્યા એમના બીજા જ દિવસે તેમના દાદા મૃત્યુ પામ્યા. આમ માત્ર બે જ દિવસમાં દાદા દાદી ગુમાવનાર આ યુવતી એક પણ દિવસ ની રજા રાખ્યા વગર તેમની નોકરી માં જોડાઈ ગઈ 104 એમ્બ્યુલન્સ સેવામાં આજે તેઓ અલગ-અલગ સોસાયટીઓમાં જઈને કોરોના ટેસ્ટ કરી રહ્યા છે. પોતાના પરિવાર પર આવેલી આફતને ભૂલી પોતાના કામમાં લાગી ગઈ છે