કોરોનાના કારણે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ પરીક્ષા અંગે શું લીધો મહત્વનો નિર્ણય? જુઓ વીડિયો
રાજકોટમાં સતત વધતા જતા કોરોના સંક્રમણ વચ્ચે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ મહત્વનો નિર્ણય લીધો હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીએ તમામ પરીક્ષા રદ્દ કરવાનો નિર્ણય કર્યો હતો. 15 ડિસેમ્બર બાદ યુનિવર્સિટી સત્તાધીશો બેઠક કરી સ્થિતિની સમીક્ષા કરશે ત્યારબાદ નવી તારીખની જાહેરાત કરશે. યુનિવર્સિટીની અલગ-અલગ ફેકલ્ટીના ત્રીજા અને પાંચમા સેમેસ્ટરની પરીક્ષા યોજાવાની હતી. જેમાં 52 હજારથી વધુ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના હતાં.