Saurashtra University : Ph.D માટે ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે , સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીનો આરોપ

Saurashtra University : Ph.D માટે ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે , સૌરાષ્ટ્ર યુનિ.ની વિદ્યાર્થિનીનો આરોપ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની Ph.Dની પરીક્ષાને લઈને કુલપતિ સમક્ષ રજૂઆત કરતી વખતે એક યુવતીએ ચોંકાવનારું નિવેદન આપ્યું.યુવતીએ કુલપતિની સમક્ષ રોષ ઠાલવ્યો કે, Ph.D કરવું હોય તો ગાઈડ સાથે સંબંધ બાંધવા પડે છે એ તમને ખબર છે?. આ સાંભળીને કુલપતિ પણ આશ્ચર્યમાં મુકાયા અને થોડું હસ્યા પણ ખરા..સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં છેલ્લા બે વર્ષથી Ph.Dની પ્રવેશ માટેની પ્રવેશ પરીક્ષા લેવામાં આવતી નથી. જેને લઈને NSUIના કાર્યકરો કુલપતિ સમક્ષ રજૂઆત કરવા પહોંચ્યા હતા.ઉગ્ર વિરોધ બાદ કુલપતિ ઝૂક્યા હતા અને જે વિષયમાં NET અને GSET પાસ થયેલા વિદ્યાર્થીઓ નથી તે વિષયોમાં Ph.Dની પ્રવેશ પરીક્ષા લેવાનો કુલપતિએ નિર્ણય કર્યો હતો.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola