US Visa News : અમેરિકાના ટુરિસ્ટ-બિઝનેસ વિઝાને લઈ સૌથી મોટા સમાચાર, આપવા પડશે 15 હજાર ડોલરના બોન્ડ
US Visa News : અમેરિકાના ટુરિસ્ટ-બિઝનેસ વિઝાને લઈ સૌથી મોટા સમાચાર, આપવા પડશે 15 હજાર ડોલરના બોન્ડ
અમેરિકાના ટુરિસ્ટ-બિઝનેસ વિઝાને લઈ મોટા સમાચાર. ટુરિસ્ટ-બિઝનેસ વિઝા માટે 15000 ડોલરના બોન્ડનો પ્રસ્તાવ કરશે રજૂ. અમેરિકાનું વિદેશ વિભાગ પ્રસ્તાવ રજૂ કરવાની તૈયારી. પ્રસ્તાવના અમલ સાથે જ અમેરિકાના વિઝા મેળવવા મુશ્કેલ બની જશે.
અમેરિકાના વિઝા માટેની અરજી સાથે હવે 15,000 ડોલરના બોન્ડ આપવા પડશે. ડોનાલ્ડ ટ્રમ્પે આકરી ઈમિગ્રેશન નીતિ અમલી બનાવી છે.અમેરિકાનું વિદેશ મંત્રાલય એક પછી એક નવા નિયમોની જાહેરાત કરી વિદેશી નાગરિકોના ધસારાને નિયંત્રિત કરવાના પ્રયાસો કરી રહ્યું છે. નવા પ્રસ્તાવ અનુસાર અમેરિકાના બિઝનેસ કે ટુરિસ્ટ વિઝા માટે અરજી કરનારાઓએ હવે 15,000 ડોલર સુધીના બોન્ડ આપવા પડશે.જો આ પ્રસ્તાવને મંજૂરી મળશે તો તેનાથી અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને મોટો ફટકો પડશે.નવો નિયમ અમલી બનાવવાનો હેતુ, એ સુનિશ્ચિત કરવાનો છે કે જો કોઈ વિદેશી મુલાકાતી તેના વિઝાના નિયમોનું પાલન ના કરે તો તેના માટે અમેરિકાની સરકાર નાણાકીય રીતે જવાબદાર નહીં ગણાય.