રાજકોટઃ ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ખેડૂતની ગ્રેડર સાથે બોલાચાલી, ખુરશીથી માર મરાયો
રાજકોટના ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ટેકાના ભાવે મગફળી ખરીદી સમયે બબાલનો વીડિયો સોશલ મીડિયામાં વાયરલ થયો છે. ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મગફળીની ખરીદી સમયે અજાણ્યા ખેડૂતે ગ્રેડર સાથે ઉગ્ર બોલાચાલી કરી હતી. આ બોલાચાલી બાદમાં મારામારીમાં પરીણમતા ખુરશી વડે હુમલો કરવામાં આવ્યો હતો.