Rajkot BJP news: રાજકોટ શહેર ભાજપમાં ફરી સામે આવ્યો જુથવાદ, મનપાના શાસકપક્ષના નેતાનો બળાપો

Continues below advertisement

રાજકોટ મહાનગરપાલિકાના શાસક પક્ષના નેતા લીલુબેન જાદવ સરકારી વાહન લઈ અંબાજી સહિતના સ્થળોએ જાત્રા કરી આવ્યા હોવાનો વિવાદ વધુ વકર્યો.. વિવાદ વકરતા ડ્રાઈવરને છુટો કરી દેવામાં આવ્યો છે.. ત્યારે આજે મીડિયા સમક્ષ લીલુબેન જાદવ ભાવુક થયા.. સાથે જ જણાવ્યું કે મારી છબી ખરડાવાનો પ્રયાસ થઈ રહ્યો છે.. અને મને થઈ રહેલા અન્યાય મુદ્દે પાર્ટીમાં પણ રજૂઆત કરી છે.. જો કે લીલુબેને વધુમાં કંઈ ન જણાવતા ફક્ત એટલુ કહ્યું કે બે દિવસમાં મારી તૈયારી કરીને વધુ વાત કરીશ. 

વિવાદ વચ્ચે મેયર નયનાબેન પેઢડીયાએ પ્રતિક્રિયા આપી કે ડ્રાઈવર ફાળવણીમાં મારો કોઈ રોલ નથી. ફાયર વિભાગ તરફથી નિર્ણય લેવામાં આવ્યો છે.. લાલુબેને મારી પાસે કોઈ રજૂઆત કરી નથી.. મારા વિરૂદ્ધ પણ ભૂતકાળમાં ષડયંત્ર થયુ હતુ. વિવાદમાં મારે પડવુ નથી. 

શહેર ભાજપના નેતાઓમાં આંતરિક વિવાદને લઈને શહેર ભાજપ પ્રમુખ માધવ દવેએ જણાવ્યું કે ભાજપમાં ક્યારેય કોઈને ટાર્ગેટ કરવામાં નથી આવતા. દરેકને એક સરખું જ મહત્વ આપવામાં આવી રહ્યું છે.. લીલુબેન સાથે એમના પ્રશ્નોની વાતચીત કરીને નિવારણ થઈ ગયું છે.. 

તો રાજકોટ મહાનગરપાલિકામાં વિપક્ષ નેતા વશરામ સાગઠીયા અને ગાયત્રીબા વાઘેલાએ શાબ્દિક પ્રહાર કરતા કહ્યું કે મહાનગરપાલિકા હોય કે સંગઠન.  ભાજપમાં મહિલાઓનું સન્માન જળવાતુ નથી.. ભ્રષ્ટાચારને લીધે જૂથવાદ વકરી રહ્યો છે..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola