ABP News

Payal Hospital CCTV Viral Video: CCTV કાંડને લઈ રાજકોટની પાયલ હોસ્પિટલના MDનો ચોંકાવનારો દાવો

Continues below advertisement

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી વાયરલ થવા મુદ્દે હોસ્પિટલના એમડીએ વીડિયો સંદેશથી દુઃખ વ્યક્ત કર્યુ.. વીડિયો સંદેશમાં હોસ્પિટલના એમડી ડોક્ટર સંજય દેસાઈએ દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે જે પણ ઘટના બની તે અમને આંચકો આપનારી છે. આજે અમે દર્દીઓને સારવાર નથી આપી શક્યા, તેમને હાલાકી ભોગવવી પડી તેનું અમને દુઃખ છે.. કેટલાક અસામાજિક તત્વોએ સીસીટીવી હેક કર્યા છે.. અમે રાજકોટ સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાવી છે.. અમને આશા છે કે ઝડપથી આરોપીઓ ઝડપાઈ જશે.. 

રાજકોટની પાયલ મેટરનિટી હોસ્પિટલના સીસીટીવી યુટ્યુબ અને ટેલિગ્રામ ગ્રુપ પર વાયરલ થવા મુદ્દે શહેર કૉંગ્રેસે કર્યો જોરદાર વિરોધ.. શહેર મહિલા કૉંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકર્તાઓએ પાયર મેટરનિટી હોસ્પિટલ પર વિરોધ કર્યો.. વિરોધ દરમિયાન કૉંગ્રેસના મહિલા કાર્યકર્તાઓ અને ગાંધીગ્રામ પોલીસ વચ્ચે ઉગ્ર શાબ્દિક બોલાચાલી પણ થઈ.. સમગ્ર કેસમાં રાજકોટ અને અમદાવાદ શહેર સાયબર ક્રાઈમની ટીમે તપાસ શરૂ કરી છે.. અત્યાર સુધીની તપાસમાં હોસ્પિટલાં લગાવવામાં આવેલ સીસીટીવીનો પાસવર્ડ એડમિન પાસે હોવાનો ખુલાસો થયો છે.. ત્યારે હોસ્પિટલમાં લગાવેલા સીસીટીવીનું એક્સેસ બહારના વ્યક્તિ પાસે કેવી રીતે ગયો તેની તપાસ સાયબર ક્રાઈમે શરૂ કરી છે.. એટલુ જ નહીં.. પોલીસે કેટલાક શકમંદ વ્યક્તિઓને રાઉન્ડ અપ પણ કર્યા હોવાની માહિતી મળી રહી છે.. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram