દિવાળીને લઈ રાજકોટના બજારોમાં ખરીદીનો માહોલ, બજારોમાં લોકોની ભીડ
રાજકોટની બજારોમાં દિવાળીની ધૂમ ખરીદી જોવા મળી રહી છે. શહેરની લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્રસિંહજી બજાર,ગુંદાવાડી,પરા બજારમાં લોકોની ભારે ભીડ જોવા મળી. કપડાં, હોજીયરી, દીવડા, ઘરસુશોભન તોરણ,કટલરીની વસ્તુઓ લેવા માટે લોકો ઉમટી પડ્યા હતા.