Rajkot સિવિલ હોસ્પિટલમાં દર્દીઓ મિથિલિન બ્લૂ પી જતાં ગંભીર, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ત્રણ કોરોના દર્દી મિથિલિન બ્લૂની બોટલ પી જતા ગંભીર હાલત છે. કોવિડના પ્રી ટ્રાએજ એરિયામાં શુક્રવારે સાંજે અજાણ્યો શખ્સ દર્દીઓને મિથિલિન બ્લૂની બોટલો આપી ગયો હતો. દર્દીઓ હોસ્પિટલ સ્ટાફે દવા આપી છે એવું સમજીને મિથિલિન બ્લૂ ગટગટાવી ગયા. તબીબોના ધ્યાને આવતા દર્દીઓને તાત્કાલીક મેઈન બિલ્ડીંગમાં ખસેડી સારવાર શરૂ કરવામાં આવી છે. આ ઘટના બાદ સિવિલનું આરોગ્ય તંત્ર પણ હરકતમાં આવ્યું હતું અને હવે સિક્યુરિટી સ્ટાફે પણ કડક સૂચના આપી દેવામાં આવી હતી કે કોઈપણ સેવાભાવી લોકો આવી કોઈ વસ્તુ લઈને આવે તો તેમને સીધા દર્દીઓ પાસે ન જવા દેવા જો કોઈ સેવાભાવી સંસ્થાઓને દર્દીઓને મદદ કરવી હોય તો તેમને પહેલા સિવિલ તંત્રની મંજૂરી લેવી અને ત્યારબાદ જ દર્દી સુધી તે વસ્તુઓ આપવી.
Continues below advertisement