રાજકોટ: પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકર્તા સંમેલન રદ્દ, શું છે કારણ?, જુઓ ગુજરાતી ન્યુઝ
રાજકોટ ભાજપમાં ચાલી રહેલા વિવાદ સંદર્ભે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલનો કાર્યકર્તા સંમેલન રદ્દ કરવામાં આવ્યો છે. 20 નવેમ્બરના રોજ આ કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ ચાલી રહેલા વિખવાદ વચ્ચે આ સંમેલન હાલ પૂરતું મોકૂફ રખાયું છે. રાજકોટ ભાજપમાં જૂથવાદ ચાલી રહ્યો હોવાની પણ ચર્ચા થઇ રહી છે.