Rajkot News: ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક , બે દિવસમાં 57 લોકો પર શ્વાનનો હુમલો

રાજકોટ જિલ્લાના ગોંડલમાં રખડતા શ્વાનનો આતંક સામે આવ્યો છે. બે દિવસમાં ગોંડલના વિવિધ વિસ્તારમાં 57થી વધુ લોકો રખડતા શ્વાનના શિકાર બન્યા. શહેરમાં વધતા જતા શ્વાનના આતંકને લઈને રાહદારીઓમાં ભયનો માહોલ ફેલાયો છે. એટલુ જ નહીં. સૌથી ચિંતાજનક વાત તો એ છે કે શ્વાનના આતંકનો શિકાર બનેલા લોકોને પહેલા તો સારવાર માટે ગોંડલની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જો કે સિવિલ હોસ્પિટલમાં ડોગ બાઈટના ઈન્જેક્શનનો સ્ટોક ન હોવાથી ઈજાગ્રસ્તોને વધુ સારવાર માટે રાજકોટ રીફર કરવાની ફરજ પડી રહી છે.. ત્યારે ભાજપના યુવા નેતા જ્યોતિરાદિત્યસિંહ જાડેજાએ નાયબ કલેક્ટર સાથે વાત કરી તાત્કાલિક ડોગ બાઈટના ઈન્જેક્શનનો સ્ટોકની વ્યવસ્થા કરી હતી. મોડી રાત્રે 50 જેટલા ડોગ બાઈટના ઈંજેક્શનનો સ્ટોક પુરો પાડવામાં આવ્યો હતો

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola