રાજકોટની જે.જે. કુંડલિયા કોલેજમાં નિયમો વિરુદ્ધ વિદ્યાર્થીઓને બોલાવાયા, જુઓ વીડિયો
Continues below advertisement
રાજકોટની જે.જે.કુંડલિયા કોલેજે વિદ્યાર્થીઓને બોલાવતા NSUIના કાર્યકરો કોલેજ પહોંચ્યા હતાં. કોલેજ સંચાલકોએ ઈંટર્નલ પરીક્ષા માટે વિદ્યાર્થીઓને બોલાવ્યા હતાં. જ્યાં NSUIના કાર્યકરોને કોલેજ સંચાલિકાએ પરીક્ષા ન લેવાની ખાતરી આપી હતી. યુનિવર્સિટીની ગાઈડલાઈન મુજબ ઈંટર્નલ પરીક્ષા લેવા મનાઈ ફરમાવવામાં આવી છે ત્યારે કોલેજે તમામ વિષયો માટેના MCQ ટેસ્ટ માટે બોલાવ્યા હતાં. જોકે કોલેજ સંચાલક મીડિયા સમક્ષ વિદ્યાર્થીઓને પરીક્ષાના ફોર્મ ભરવા બોલાવ્યાનો દાવો કર્યો હતો. જ્યારે પરીક્ષા માટે બોલાવ્યા હોવાની વાતને નકારી કાઢી હતી.
Continues below advertisement