સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની દહેશત, રાજકોટના ઉડખીજડીયા ગામે દેખાયો દીપડો
સૌરાષ્ટ્રમાં સિંહની સાથે દીપડાની દહેશત જોવા મળી છે. રાજકોટના લોધીકાના ઉડખીજડિયા ગામ પાસે દીપડો દેખાતા લોકોના ભયનો માહોલ છે. સિંહ બાદ રાજકોટની આજુ બાજુ દીપડો દેખાતા ગામ વાસીઓમાં ભયનો માહોલ છે. રાત્રે 9 કલાકે ઊંડ ખીજડિયાના ગ્રામવાસીઓ ને દીપડો દેખાયો હતો. જેની પુષ્ટી સરપંચ અને ગ્રામવાસીઓએ કરી હતી. સાથે દાવો કરવામાં આવ્યો છે કે, દીપડાએ 6 શ્વાનનું મારણ પણ કર્યું હતું.