Rajkot: ટ્યુશન ક્લાસિસ સંચાલકો અને શિક્ષકોની હાલત બની કફોડી, સંચાલકોએ શું કરી વિનંતી?
કોરોનાકાળમાં રાજકોટ(Rajkot)ના ટ્યુશન ક્લાસિસ(tuition classes) સંચાલકોની હાલત કફોડી બની છે. ટ્યુશન ક્લાસિસ બંધ હોવાના કારણે ઘર ચલાવવું પણ મુશ્કેલ બન્યું છે. સંચાલકોએ સરકારને વિનંતી કરીને ક્લાસિસ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવે. ક્લાસિસના ભાડા ભરવા માટે પણ ફાંફા મારવા પડી રહ્યા છે.