રાજ્યના આ જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 57 દર્દીઓના મોત, જુઓ વીડિયો
રાજકોટ ( Rajkot)માં સતત વધતા કોરોનાના કેસ વચ્ચે મૃત્યુઆંકમાં પણ ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાની સારવાર લઈ રહેલા 57 દર્દીના મૃત્યુ નિપજ્યા. જોકે તમામ મૃત્યુના ડેથ ઓડિટી કમિટી તપાસ કરશે. ત્યારબાદ કોરોનાથી કેટલા દર્દીના મૃત્યુ નિપજ્યા તે જાહેર કરાશે. ગઈકાલે 66 દર્દીના મોત પૈકી 23 દર્દીના કોરોનાથી મોત થયાનો ડેથ ઓડિટી કમિટીએ જાહેર કર્યું છે..