Rajkot Accident: રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર, સ્કૂલ બસે એક્ટિવા ચાલકને લીધો અડફેટે

રાજકોટમાં ફરી એકવાર જોવા મળ્યો રફ્તારનો કહેર. કાલાવડ રોડ પર ઇનોવેટિવ સ્કુલની બસે એકટીવા ચાલકને અડફેટે લીધો. સાથે જ પાસે આવેલા વીજ થાંભલા સાથે બસ અથડાઈ. જેના કારણે બેથી ત્રણ વીજ થાંભલાને પણ નુકસાન પહોંચ્યુ. અકસ્માતની ઘટનામાં 3 લોકો ઘાયલ થતા હોસ્પિલમાં લઈ જવાયા. સ્કુલ બસ હોવાથી વિદ્યાર્થીઓ બસમાં સવાર હતા. જો કે સારી વાત રહી કે વિદ્યાર્થીઓને કોઈ મોટી ઈજા ન પહોંચી. અકસ્માતની ઘટનાને લઈ લોકોના ટોળા એકઠા થયા.

પ્રાપ્ત માહિતી અનુસાર રાજકોટના કાલવાટ પર આવેલા કણકોટ ગામના પાટીયા નજીક ઇનોવેટિવ ઇન્‍ટરનેશનલ સ્‍કૂલના બસ ડ્રાઇવરે કોઇ કારણોસર સ્ટીયરિંગ પર કાબૂ ગુમાવતાં અકસ્માત સર્જ્યો હતો. આ અકસ્માતમાં ફૂલ વેચતી મહિલા અને પાર્ક કરેલી એક્ટિવાને હડફેટે લીધી હતી. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola