Rajkot: કોરોનાની ભયાનક સ્થિતિ, એમ્યુલન્સ ન મળતા દર્દીને આ રીતે ચઢાવી બોટલ, જુગાડ જોઈને તમે પણ ચોંકી જશો
Continues below advertisement
રાજ્યભરમાં કોરોનાએ કાળો કહેર વર્તાવ્યો છે. હોસ્પિટલોમાં દર્દીઓ માટે બેડ, ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. ત્યારે આ કોરોના મહામારીમાં લોકો પરિવારના સભ્યનો જીવ બચાવવા અલગ અલગ નુસખા કરી રહ્યાં છે. એવોજ એક તંત્રની પોલ ખોલતો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં દર્દીને બાટલો ચડાવવા માટે પરિજનોએ કાર ઉપર ખુરશી રાખી બોટલ ચડાવી હતી, એમ્યુલન્સ ન મળતાં દર્દીના પરિજનો ખાનગી કારમાં લાવ્યા હતા અને કાર પર ખુરશી રાખી બોટલ લગાવી હતી. તંત્રના દાવા નો પોલ ખોલતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.
Continues below advertisement