Rajkot News: આધુનિક યુગમાં પણ જીવે છે અંધશ્રદ્ધા , રાજકોટમાં વિહત માતાજીના માંડવામાં બલી ચઢાવાતા ખળભળાટ

Continues below advertisement

આધુનિક યુગમાં પણ હજુ અંધશ્રદ્ધા અટકવાનું નામ લેતી નથી.  મળતી જાણકારી અનુસાર, રાજકોટમાં  ચૌહાણ પરિવાર તરફથી ગ્રીનલેન્ડ ચોકડી નજીક વિહત માતાજીના માંડવાનું આયોજન કરાયું હતું. જેમાં છ  પશુઓની બલી ચડાવાતા ખળભળાટ મચી ગયો હતો. ચૌહાણ પરિવારે માતાજીના માંડવામાં બલિ ચઢાવાયાની જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટને જાણ થઈ હતી. જેના આધારે દરોડો પાડ્યો હતો. આ સમયે 9 જીવતા પશુને બચાવી લેવાયા હતા. જ્યારે જીવ રક્ષા ફાઉન્ડેશનના દરોડાના પગલે આરોપીઓ ફરાર થઈ ગયા હતાં. ઘટનાની જાણ થતા થોરાળા પોલીસનો કાફલો પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો.  થોરાળા પોલીસે હાલ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

એક ખાનગી સંસ્થા જીવ રક્ષા ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા આ સ્થળ પર દરોડા પાડવામાં આવતા સમગ્ર બાબતનો ખુલાસો થયો હતો. ફાઉન્ડેશનના કાર્યકરો સ્થળ પર પહોંચ્યા ત્યારે 6 પશુઓની બલી અપાઈ ચૂકી હતી. જોકે, તેમની ત્વરિત કાર્યવાહીને કારણે અન્ય 9 જીવતા પશુઓને બચાવી લેવામાં સફળતા મળી હતી. દરોડાની જાણકારી મળતા આ કૃત્યમાં સામેલ તમામ આરોપીઓ સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા. ઘટનાની ગંભીરતા જોતાં રાજકોટની થોરાળા પોલીસે તાત્કાલિક ધોરણે આ મામલે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે અને ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે ચક્રો ગતિમાન કર્યાં છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola