
Gir Somnath accident : ડમ્પરે પલટી મારતાં 3 લોકોના મોત, જુઓ શું છે આખો વિચિત્ર અકસ્માત?
Gir Somnath accident : ડમ્પરે પલટી મારતાં 3 લોકોના મોત, જુઓ શું છે આખો વિચિત્ર અકસ્માત?
Gir Somnath accident : ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ નજીક બનેલી દુર્ઘટનામાં મૃત્યુઆંક વધીને 3 થયો છે. અહીં લોકોના ટોળા પર એક ટ્રક પલટી જતાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. મૃતકો સ્થાનિક હોવાનું માનવામાં આવી રહ્યું છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, કોડીનાર-સુત્રાપાડા રોડ પર રાખેજ ગામ પાસે એક ઇકો કાર અને બાઇક વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતને જોવા માટે મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. આ દરમિયાન ત્યાંથી પસાર થઈ રહેલો એક ટ્રક અચાનક પલટી જતાં ટોળા પર ફરી વળ્યો હતો. આ દુર્ઘટનામાં ત્રણ લોકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા, જ્યારે ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચી છે.
પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે અને મૃતકોની ઓળખ કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. ઈજાગ્રસ્ત ટ્રક ચાલકને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે.