Dwarka Flood | દ્વારકાના કલ્યાણપુરમાં અત્યાર સુધીમાં 45 ઇંચ વરસાદ, મુખ્યમંત્રી લેશે મુલાકાત

Continues below advertisement

દ્વારકા જિલ્લા માં ખાબેકલા ધોધમાર વરસાદ ને પગલે હવાઈ નિરીક્ષણ કરશે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ. કલ્યાણપુર પંથકમાં ગઈ કાલે વરસાદે મોટે પાયે તબાહી સર્જી છે. ત્યારે કલ્યાણપુર પંથક નું હવાઈ નિરીક્ષણ કરશે CM. આજે બપોરે 3 વાગ્યા આસ પાસ કરસે CM હવાઈ નિરીક્ષણ. ત્યાર બાદ CM કલ્યાણપુર ખાતે જિલ્લા ના અધિકારીઓ સાથે યોજશે મિટિંગ.. 

દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં પુરની સ્થિતિને લઈને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કરશે હવાઈ નિરીક્ષણ. બપોરે 15 : 45 એ જામનગર એરપોર્ટ પર મુખ્યમંત્રીનું થશે આગમન. ત્યારબાદ જામનગર એરપોર્ટથી હેલિકોપ્ટર મારફતે એરિયલ સર્વે માટે કરશે પ્રસ્થાન. દ્વારકા અને કલ્યાણપુર તાલુકામાં જ્યાં સૌથી વધુ તારાજી સર્જાઈ છે ત્યાં કરશે હવાઈ નિરીક્ષણ. ત્યાર બાદ કુરંગા પહોંચી અધિકારીઓ સાથે કરશે મિટિંગ. અધિકારીઓ પાસેથી મેળવશે વાસ્તવિક પરિસ્થિતિનો તાગ. કલેકટર , મામલતદાર તેમજ વિવિધ વિભાગના અધિકારીઓ સાથે મિટિંગ યોજી આપવામાં આવશે યોગ્ય સૂચના.

મુખ્યમંત્રી આજે  કરશે હવાઈ નિરીક્ષણ. આજે બપોર બાદ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ જામનગર એરપોર્ટ ખાતે પહોચશે. જામનગર પહોચ્યા બાદ તેવો દેવભૂમિ દ્વારકાના વધુ વરસાદથી અસરગ્રસ્ત એરિયાનું હવાઈ નિરીક્ષણ કરશે. જામનગરમાં અધિકારીઓ સાથે માત્ર બેઠક કરે તેવી સંભાવના.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram