Rajkot Game Zone Fire | રાજકોટ આગકાંડનો રિપોર્ટ આજે સરકારને સોંપાશે, જુઓ અહેવાલ
Rajkot Game Zone Fire | રાજકોટ અગ્નિકાંડમાં SIT સરકારને સોંપશે રિપોર્ટ. SIT આજે સમગ્ર ઘટનાનો સરકારને સોંપશે રિપોર્ટ. રાજ્ય સરકાર SITના રિપોર્ટનો કરશે અભ્યાસ. અભ્યાસ બાદ સરકાર હાઈકોર્ટમાં રિપોર્ટ કરશે રજૂ. રિપોર્ટ બાદ સંબંધિત અધિકારીઓના લેવાયા નિવેદન. બુધવારે રાત્રે 2 વાગ્યા સુધી અધિકારીના નોંધાયા નિવેદન. SITના રિપોર્ટમાં ચોંકાવનારા ખુલાસાની સંભાવના.
રાજકોટ TRP ગેમઝોન આગકાંડ બાદ RMCમાં આંતરિક બદલીનો ઘાણવો. મ્યુ.કમિશ્નર ડી.પી.દેસાઈએ 35 કર્મચારીઓની બદલી કરી. ટાઉન પ્લાનિંગ, બાંધકામ, વોટર વર્કસ શાખા, સોલિડ વેસ્ટના કર્મચારીઓની આંતરિક બદલી કરાય. ટાઉન પ્લાનિંગ વિભાગના 12 કર્મચારીઓની બદલી. બાંધકામ વિભાગના 13 કર્મચારીઓની બદલી. વોટર વર્કસના 7 કર્મચારીનોની પણ બદલી કરાઈ. ટાઉન પ્લાનિંગ શાખાના મોટા ભાગના કર્મચારીઓનું વિસ્તરણ કરતા મ્યુ.કમિશ્નર. ટાઉન પ્લાનિંગ વિભાગમાં સસ્પેન્ડ થયેલા અધિકારીઓની જગ્યાએ અન્ય અધિકારીઓને મૂકવામાં આવ્યા.