રાજકોટમાં ટ્રાફિક પોલીસ હેરાન કરતી હોવાના આરોપ સાથે વેપારીઓએ બંધ પાળ્યો
રાજકોટમાં જુબેલી પાર્ક વિસ્તારના લોકો બાદ લોધાવાડ ચોકના વેપારીઓએ ટ્રાફિક પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કરી વિરોધ નોધાવ્યો હતો. લોધાવાડ ચોક અને ભૂતખાના ચોકમાં વેપારીઓએ આજે સ્વયંભૂ બંધ પાળ્યો હતો અને ટ્રાફિક પોલીસ વારંવાર વાહનો ટોઇંગ કરવામાં આવતા હોવાના આરોપ સાથે વેપારીઓ રસ્તા પર ઉતર્યા હતા. વેપારીઓએ દુકાનો બંધ રાખી હતી. વેપારીઓનું કહેવુ છે કે જ્યારે પણ કોઈ ગ્રાહક આવે ત્યારે ટોઈંગ વાન કસ્ટમરના વાહનોનું ટોઇંગ કરે છે જેથી વેપાર અને ધંધા પર અસર થઈ રહી છે.