રાજકોટમાં બુધવારી બજારના વેપારીઓનું વિરોધ પ્રદર્શન, બજાર શરૂ કરવા મંજૂરી આપવા કરી માંગ
રાજકોટ મહાનગરપાલિકા કચેરી ખાતે ગુજરી બજારના વેપારીઓના ટોળા ઉમટ્યા હતા. કોઠારીયા વિસ્તારમાં ભરતી બુધવારી બજારના વેપારીઓ મનપા કચેરીએ પહોંચ્યા હતા. વેપારીઓએ બજાર શરૂ કરવા મંજૂરી આપવાની માંગ સાથે રામધૂન બોલાવી વિરોધ નોંધાવ્યો હતો.