Student Suicide Case : રાજકોટના ઉપલેટામાં વિદ્યાર્થીની આત્મહત્યા પહેલાનો વીડિયો આવ્યો સામે
વિદ્યાર્થીની આત્મહત્યાને લઇને પોલીસે નોંધી ફરિયાદ. ઉપલેટાના ડુમયાણી ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે.. જેમાં IITના બે શિક્ષક પર માનસિક રીતે ટોર્ચર કરતા હોવાનો લગાવ્યો આરોપ.. ફેબ્રુઆરી મહિનામાં વિદ્યાર્થીએ ગળો ફાંસો લગાવીને કરી હતી આત્મહત્યા. મૃતકના પરિવારજનોએ કડક કાર્યવાહીની કરી માગ
ઉપલેટાના ડુમયાણી ITIમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીના આપઘાત પહેલાનો વીડિયો આવ્યો સામે. મૃતક ધાર્મિક ભાસ્કર વીડિયોમાં શિક્ષકોના ત્રાસનો લગાવી રહ્યો છે આરોપ. વિદ્યાર્થીએ 25 ફેબ્રુઆરીના રોજ કર્યો હતો આપઘાત. વીડિયો સામે આવતા પોલીસે ફરિયાદ નોંધીને શરૂ કરી તપાસ. ધાર્મિક ભાસ્કર છેલ્લા છ મહિનાથી વાયરમેનનો કોર્સ કરી રહ્યો હતો. અગાઉ પણ ધાર્મિકે શિક્ષકોની હેરાનગતિની વાત પરિવારને કરેલી પરંતુ પરિવારે ધાર્મિકને અભ્યાસમાં મન પરોવાનું કહીને વાત ટાળી હતી. ડીવાયએસપીએ વીડિયો બાદ મૃતકના ઘરે જઈને કરી તપાસ