Video : રાજકોટમાં PSIની બદલી સમયે લાગણીના દ્રશ્યો જોવા મળ્યા, સ્ટાફ હીબકે ચડ્યો
રાજકોટ જિલ્લામાં પીએસઆઈની બદલીને થતા લાગણીના દ્રશ્યો જોવા મળ્યા. રાજકોટ જિલ્લાના પાટણવાવ પી.એસ.આઈ વાય.બી.રાણાની બદલી થતા પાટણવાવ પોલીસ સ્ટેશનનો સ્ટાફ તેમજ સમસ્ત પાટણવાવ ગામ હિબકે ચડ્યું હતું. પોલીસ અને જનતા વચ્ચે લાગણીના આવા દ્રશ્યો જૂજ જ જોવા મળે છે. ખાખીની પાછળ છુપાયેલી સંવેદના આજે બહાર આવી હતી. પીએસઆઈ વાય.બી રાણાએ ભાદર નદીના પુર સમયે ખૂબ સારી કામગીરી કરી હતી.