રાજકોટમાં રાત્રિ કર્ફ્યૂમાં પેટ્રોલિંગ વખતે ઝડપાયો વોન્ટેડ ગુનેગાર, જુઓ વીડિયો
રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે વોન્ટેડ ગુજસિટોકનાં આરોપીને ભાવનગર રોડ પર થી દબોચી લીધો હતો...પોલીસ તપાસમાં આરોપી પાસે થી ગેરકાયદે હથિયારો મળી આવ્યા હતા...હત્યા, ખુનની કૌશિષ, હથિયારની હેરાફેરી અને પેરોલ જંપ સહિતનાં ગુનાઓમાં આરોપી પોલીસ ચોપડે ચડી ચુક્યો હોવાનું સામે આવ્યું હતું..હાલ પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.આરોપી ચંપુ વિંછીયા પર આરોપ છે હત્યાનાં ગુનામાં પેરોલ જંપ થયા પછી ગેરકાયદે હથિયારની હેરાફેરી કરવાનો...સમગ્ર મામલા પર નજર કરીએ તો, રાજકોટ ક્રાઇમ બ્રાન્ચની ટીમ રાત્રી કર્ફ્યુને લઇને પેટ્રોલિંગમાં હતી ત્યારે ભાવનગર રોડ પર આવેલ રંગુન માતાજીનાં મંદિર નજીક શંકાસ્પદ શખ્સ મળી આવ્યો હતો...પોલીસને જડતી લેતા તેની પાસે થી દેશી રીવોલ્વર, દેશી પિસ્ટલ, 6 જીવતા કાર્ટીસ મળી આવ્યા હતા..જેથી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે...