Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ

Continues below advertisement

Amreli Heavy Rain : અમરેલીમાં જળબંબાકાર, ખાંભામાં 8 ઇંચ 

અમરેલીમાં મેઘરાજાએ કરી તોફાની બેટિંગ...24 કલાકમાં જ ખાંભામાં આઠ ઈંચ વરસાદ ખાબકી જતા ચારે તરફ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ...ન માત્ર ખાંભા પરંતુ રાજુલામાં 6.73 ઈંચ વરસાદ ખાબકતા નદી-નાળા છલકાયા..24 કલાકમાં જાફરાબાદમાં ચાર, સાવરકુંડલામાં પોણા ચાર ઈંચ, ધારીમાં દોઢ ઈંચ વરસાદ ખાબક્યો..ખાંભાના ત્રાકુંડા ગામમાં અનરાધાર વરસાદથી નદીઓમાં પૂર આવ્યું...ત્રાકુંડા ગામની 
ઝૂંડિયો નદી 20 વર્ષ બાદ બે કાંઠે થઈ... મેઘરાજાએ તોફાની બેટિંગ કરતા જાફરાબાદ શહેર જળમગ્ન થયું.. જાફરાબાદ શહેરની બજારોમાં ઘુંટણસમા પાણી ભરાયા.. તો નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા.. રાજુલા-જાફરાબાદના દરિયાકાંઠાના વિસ્તારોમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો.. અનરાધાર વરસાદ વરસતા રાજુલાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા.. હવેલી શેરી, નીચલી બજારોની દુકાનોમાં વરસાદી પાણી ઘુસી જતા માલસામાનને નુકલાન થયું.. તો જાફરાબાદ દરિયામાં પણ જોરદાર કરંટ જોવા મળ્યો.. જાફરાબાદના દરિયામાં ઉંચા ઉંચા મોછા ઉછળ્યા.. તકેદારીના ભાગરૂપે જાફરાબાદ બંદર પર ત્રણ નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે.. તો સુરક્ષાને ધ્યાને રાખીને માછીમારોએ પણ 700 જેટલી બોટને કાંઠે લાંગરી દીધી છે.. જાફરાબાદના નાગેશ્રી, બાબરકોટ, મિતિયાળા, વાઢેરા અને કડિયાળી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદથી ડુંગર ગામની સુકવો સહિતની સ્થાનિક નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાય. .લાઠી પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા.. સતત ચોથા દિવસે લાઠી શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો.. ધોધમાર વરસાદને પગલે લાઠી શહેરની શેરીઓમાં વરસાદી પાણી વહેતા થયા.. રાજુલા શહેર સહિત છતડીયા, હિંડોરમા, કડીયાળી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા રોડ-રસ્તા પાણી પાણી થયા.. દરિયાકાંઠાના કોવાયા ડુંગર, કુંડલીયાળા, રીંગણીયાળા,ડુંગરપુરડા સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધોધમાર વરસાદ વરસતા ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યા..સાવરકુંડલા, ખાંભા ગીર અને ધારી પંથકમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો.. સાવરકુંડલાના ઠવી, વીરડી, નાલ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ વરસતા ખેતરો વરસાદી પાણીથી તરબોળ થયા.. તો ખાંભા ગીરના નાના બારમણ, ભુંડણી, ત્રાકુડા, ડેડાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસતા રોડ પરથી વરસાદી પાણી વહેતા થયા.. ધારીના ચલાલા, દહીડા, મોરજર, માણવાવ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ મેઘરાજા મન મુકીને વરસ્યા..  હવામાન વિભાગે આગામી દિવસોમાં પણ ભારે વરસાદની શક્યતા દર્શાવતા લોકોને સાવચેત રહેવા અને જરૂરી હોય ત્યારે જ બહાર નીકળવા અપીલ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola