Morbi Patidar Meeting : મોરબી પાટીદાર જનક્રાંતિ સભા સામે કેમ ઉઠ્યા સવાલ?
Morbi Patidar Meeting : મોરબી પાટીદાર જનક્રાંતિ સભા સામે કેમ ઉઠ્યા સવાલ?
મોરબીમાં પાટીદાર સમાજની જનક્રાંતિ સભાને લઈ મોટા સમાચાર. જિલ્લા પંચાયતના ચેરમેન અજય લોરિયાએ સભાને લઈ ઉઠાવ્યા સવાલ. સભામાં સિલેક્ટેડ લોકોને જ બોલાવ્યા હોવાનો અજય લોરિયાનો આરોપ. સભામાં સમાજના અનેક મોભીઓને કેમ ન બોલાવ્યા? મોહન કુંડારિયા, મગન વડાવિયા, બ્રિજેશ મેરજા, લલીત કગથરાને કેમ ન બોલાવ્યા? જનક્રાંતિ સભાના આયોજકો પર લગાવ્યા ગંભીર આરોપ. અજય લોરિયાના આરોપો પર મનોજ પનારાએ આપ્યું નિવેદન. કોઈને ટેલિફોનિક આમંત્રણ આપ્યું નથી. આ મુદ્દે રાજકીય નિવેદન ન આપવું જોઈએ.
મોરબીમાં પાટીદાર સમાજ દ્વારા ગરબા કલાસીસના દુષણ સામે અવાજ ઉઠાવતા જનક્રાંતિ સભા તાજેતરમાં યોજાઈ હતી જેમાં ધારાસભ્યની સ્પીચ અંગે જીલ્લા પંચાયતના ચેરમેન અજયભાઈ લોરિયા દ્વારા ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે અને સિલેક્ટેડ લોકોને સભામાં બોલાવ્યાના આક્ષેપો પણ કર્યા છે જે મામલે પાટીદાર અગ્રણી મનોજભાઈ પનારાએ પ્રતિક્રિયા આપતા દીકરીની અસ્મિતાની લડાઈમાં રાજકીય સ્ટેટમેન્ટ ના આપવા જોઈએ તેમ જણાવ્યું હતું.