વીરપુરમાં બાળકી પર બળાત્કાર, સ્થાનિક મહિલાઓએ પોલીસ સ્ટેશન પહોંચી 'હાય હાય'ના નારા લગાવ્યા
રાજકોટના વીરપુરથી સંબંધોને કલંકીત કરતી ઘટના સામે આવી હતી. જેમાં કૌટુંબિક જમાઈએ 10 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે પોલીસે ગણતરીના કલાકમાં જ નરાધમ જમાઈની ધરપકડ કરી અને પોક્સો કલમ હેઠળ ગુનો નોંધ્યો હતો. આરોપી બાળકીને ગોંડલના દેવચડી ગામની સિમમાં લઇ ગયો હતો અને અવાવરું સિમમાં દુષ્કર્મ કર્યું હતું. બાળકીને તેણે તેની સાસરી એટલે કે બાળકીના ફોઈના ઘરે ગોંડલ મૂકીને જતો રહ્યો હતો. જ્યાં બાળકીના ભાઈ બાળકીને લઈને વીરપુર આવ્યા હતા. વીરપુર પોલીસે મોરબી તાલુકાના કાગદડીથી 25 વર્ષીય ભુપત ચાવડાની ધરપકડ કરી હતી.