Maher Samaj Navratri 2025 : મહેર સમાજની બહેનો કરોડોની કિંમતના ઘરેણા પહેરી બોલાવે છે ગરબાની રમઝટ
Continues below advertisement
Maher Samaj Navratri 2025 : મહેર સમાજની બહેનો કરોડોની કિંમતના ઘરેણા પહેરી બોલાવે છે ગરબાની રમઝટ
રાસ-ગરબા એ ગુજરાતની સાંસ્કૃતિક ઓળખ છે, પરંતુ આધુનિક યુગમાં યુવાનોમાં પરંપરાગત ભાતીગળ ગરબા પ્રત્યેની રુચિ ઓછી થતી જોવા મળે છે. ત્યારે પોરબંદર જિલ્લાની મેર જ્ઞાતિએ તેમના પ્રાચીન 'મણિયારો રાસ'ને પરંપરાગત પોષાક અને મોંઘા દાટ સોનાના દાગીના સાથે રમીને આધુનિક યુગમાં પણ અકબંધ રાખ્યો છે. મેર સમાજની મહિલાઓ પોતાના શરીર પર 20 થી 25 તોલા સોનાના દાગીના પહેરીને રાસ-ગરબાની રમઝટ બોલાવે છે, જે તેમની સંસ્કૃતિ પ્રત્યેની અદમ્ય નિષ્ઠા દર્શાવે છે.
આ રાસ જન્માષ્ટમી, હોળી અને નવરાત્રી જેવા પર્વો દરમિયાન પરંપરાગત પોષાકમાં રમવામાં આવે છે. પોરબંદરમાં મેર સુપ્રીમ કાઉન્સિલ દ્વારા દર વર્ષે આ રાસ ગરબાનું આયોજન કરવામાં આવે છે, જે આ વર્ષે તેની રજત જયંતી (25મી વર્ષગાંઠ) ઉજવી રહ્યું છે. આ આયોજનમાં નવરાત્રીના 5મા નોરતે લગભગ 6 થી 7 હજાર ભાઈઓ-બહેનો પરંપરાગત પોશાકમાં મણિયારો રાસડામાં ભાગ લે છે.
Continues below advertisement
JOIN US ON
Continues below advertisement