રાજકોટ યાર્ડમાં કામ કરતા મજૂરોએ રાત્રીના પાસની કરી માંગ, જુઓ વીડિયો
રાજકોટ યાર્ડમાં મજૂરોએ માંગ કરી હતી કે રાત્રીના મોડે સુધી કામ હોવાથી પાસ કાઢી આપવામાં આવે. યાર્ડએ જે પાસ કાઢી આપ્યા છે તે પાસ પોલીસ માન્ય નથી રાખતી. મજૂરોની માગ સંતોષાય તો વેપારીઓ અને ખેડૂતોને પણ ફાયદો થાય. રાત્રીના 9 વાગ્યા બાદ કર્ફ્યૂ હોવાથી મોડે સુધી કામ થઈ શકતું નથી.મોડે સુધી યાર્ડમાં કામ રહેતું હોવાથી પાસ ઇસ્યુ કરવાની માંગ કરી હતી.અમુક વેપારીઓએ માલ લેવાનું બંધ કર્યું હતું. મોડે સુધી માલ ઉપડવામાં તકલીફ પડી રહી છે.તેમ યાર્ડના વેપારીઓએ જણાવ્યું હતું. યાર્ડના ચેરમેન ડી.કે સખીયાએ કહ્યું યાર્ડ દ્વારા મજૂરોને પાસ કાઢી આપવામાં આવ્યા છે. પોલીસના સિક્કાવાળા પાસ નીકળે તે માટે યાર્ડના પ્રયાસો રહેશે..