Ram Navami 2024: અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભવ્યાતિભવ્ય કરાઈ ઉજવણી
ગુજરાત સહિત આજે દેશભરમાં રામનવમી પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. અમદાવાદના ઈસ્કોન મંદિરમાં ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામને 700 કિલો ફૂલોના વસ્ત્ર અર્પણ કરાયા છે. આ ફૂલ દેશ અને વિદેશમાંથી મંગાવાયા છે.