સુરેન્દ્રનગરના વેપારીનું સાળાએ જ અપહરણ કરાવ્યું હોવાનો થયો ખુલાસો, જુઓ વીડિયો

સુરેન્દ્રનગરના બે યુવકના અપહરણનો પર્દાફાશ કરી અમદાવાદ ક્રાઈમ બ્રાંચે આરોપીઓની પૂછપરછ કરતા મોટો ખુલાસો થયો હતો. અપહરણ કેસમાં માસ્ટરમાઈંડ યુવકનો સાળો સિકંદર છે અને તેને જ મોટી રકમનો તોડ કરવા સમગ્ર ઘટનાનો કારસો રચ્યો હતો. સાથે જ ફરિયાદના આધારે જમાઈના અપહરણ કેસમાં ખુદ પોલીસની તપાસમાં જોડાયો હતો. સુરેન્દ્રનગરમાં બે યુવકોનું અપહરણ કરવામાં આવ્યુ હતુ. આ કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાચે અપહરણકારોની ચુંગાલમાંથી બંને યુવકોને મુક્ત કરાવ્યા હતા. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola