યુનિવર્સિટી-કોલેજમા ફી ઘટાડવાને લઇ રાજ્ય સરકારે કોર્ટમાં કહ્યુ- ફી સમિતિએ સૂચવેલા ઘટાડાનો તત્કાળ અમલનો કોઇ વિચાર નહીં
Continues below advertisement
રાજ્યની કોલેજોમાં ફીના મુદ્દે હાઈકોર્ટમાં થયેલી અરજીમાં આજે સુનાવણી થઈ હતી. રાજ્ય સરકારે ફી ઘટાડા અંગે પોતાનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું કે, ફી સમિતિએ સૂચવેલા ઘટાડાને તત્કાલ અમલનો કોઈ વિચાર નહિ. રાજસ્થાનમાં પણ ફી મુદ્દે ઉઠેલા મુદ્દાને લઈ સુપ્રીમ કોર્ટમાં અરજી થઈ હતી જેમાં સુપ્રીમ કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ છે પરંતુ ચુકાદો અનામત છે અને રાજ્ય સરકાર સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહી છે. સુપ્રીમ કોર્ટ જે માર્ગદર્શન આપશે તે પ્રમાણે સરકાર વર્તશે. જો કે હાઇકોર્ટ કહ્યું કે ફી મુદ્દે અંતિમ નિર્ણય લેવામાં સુપ્રીમ કોર્ટ જે ચુકાદો આપે તે બધાને બંધનકર્તા હશે પણ હાલ વચગાળાનો હુકમ કરવો જરૂરી છે.
Continues below advertisement