Surat Rain | સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યું, 2 જ કલાકમાં ખાબક્યો 6.5 ઇંચ વરસાદ

Continues below advertisement

Surat Rain: ગુજરાતમાં છેલ્લા બે-ત્રણ અઠવાડિયાથી મેઘતાંડવ ચાલી રહ્યું છે. મેઘરાજા મનમુકીને વરસી રહ્યાં છે. જેના કારણે અનેક જિલ્લાઓમાં અતિવૃષ્ટીની સ્થિતિ પેદા થઇ છે, સ્થાનિકો અને ખેડૂતોને મોટા પ્રમાણમાં જાનમાલનું નુકસાન પહોંચ્યુ છે. જોકે, હજુ પણ મેઘરાજાનો કહેર ઓછો થઇ રહ્યો છે. આજે ફરી એકવાર દક્ષિણ ગુજરાતમાં વરસાદે કહેર વર્તાવ્યો છે.

દક્ષિણ ગુજરાતમાં ફરી એકવાર આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં સ્થિતિ ગંભીર બની ગઇ છે. તાજા અપડેટ પ્રમાણે, સુરત જિલ્લાના ઉમરપાડામાં આજે આભ ફાટ્યુ છે, ઉમરપાડામાં બે કલાકમાં સાડા 6 ઇંચ વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયુ છે, લોકો ઘરોમાં રહેવા મજબૂર બન્યા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઠેર ઠેર પાણી ભરાયા છે. ઉમરપાડાના રસ્તાઓ પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે.

માહિતી પ્રમાણે, ઉમરપાડામાં ભારે વરસાદના કારણે ઉમરગોટથી સેલમ્બાના લૉ લેવલ કૉઝ વે પર પાણી ફરી વળ્યા છે. કૉઝ-વે પર પાણી ફરી વળતા વાહન-વ્યવહાર બંધ કરવો પડ્યો છે. હાલમાં ઉમરપાડાની વીરા નદીમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઇ છે. વહારથી બલાલકુવા જામકુઈ સહિતના ગામને જોડતા કૉઝ-વે પાણીમાં ગરકાવ દેખાઇ રહી છે. મહુંવન અને વીરા નદીમાં પાણીની ભરપૂર આવક નોંધાઇ છે. ચારણી ગામના લૉ લેવલ બ્રિજ પણ પાણીમાં ગરકાવ થયો છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram