Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદી બે કાંઠે, નદી કાંઠે ન જવા સૂચના, જુઓ અહેવાલ
Tapi Rain: તાપીમાં ધોધમાર વરસાદ બાદ મીંઢોળા નદી બે કાંઠે, નદી કાંઠે ન જવા સૂચના, જુઓ અહેવાલ
આજે ફરીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. તાપી જિલ્લામાં ધોધમાર વરસાદ. વ્યારા શહેર અને તાલુકામાં ગાજવીજ સાથે વરસાદ. વ્યારામાં રસ્તાઓ પર ભરાયા પાણી. વ્યારાની સમજૂબા સોસાયટી નજીક પાણી ભરાયા.
જિલ્લાના સોનગઢ અને વ્યારામાં વરસાદી માહોલ વચ્ચે મીંઢોળા નદી માં પાણીની આવક... વ્યારા શહેર માંથી પસાર થતી મીંઢોળા નદી બે કાંઠે... મીંઢોળા નદીમાં પાણી આવતા નદીના પટમાં નહિ જવા અપીલ... સાવચેતીના ભાગરૂપે નદીના પટ માં નહિ જવા અપીલ કરાઈ... આ ઉપરાંત આજે સુરત જિલ્લામાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. આ સિવાય મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રમાં પણ કેટલીક જગ્યાએ વરસાદ શરૂ થયો છે.