Surat Dumper Accident: સુરતમાં ડમ્પર ચાલકે 3 વાહનોને મારી ટક્કર
સુરતમાં બેફામ બનેલા ડમ્પરે વધુ એક અકસ્માત સર્જયો. કીમ ચાર રસ્તા પાસે ડમ્પરે એક રિક્ષા અને બે ટેમ્પોને ટક્કર મારી. અકસ્મતામાં ત્રણ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા.
સુરત જિલ્લામાં સતત અકસ્માતના બનાવો વધી રહ્યા છે. ત્યારે વધુ એક ઘટના સામે આવી છે. સુરત જિલ્લાના કીમ ચારરસ્તા નજીક ઓલપાડ કિમ સ્ટેટ હાઈવેની બાજુમાં બે પિકઅપ બોલેરો અને એક રિક્ષા ઉભી હતી. તે દરમિયાન પૂરઝડપે આવેલા ડમ્પરએ એક સાથે ત્રણેય વાહનોને અડફેટે લીધા હતા. જેને લઇને નાસભાગ મચી ગઇ હતી
સુરતના કીમ ચાર રસ્તા નજીક ફરી એકવાર ડમ્પરનો આતંક સામે આવ્યો. બેફામ દોડતા ડમ્પરે એક રિક્ષા અને બે ટેમ્પાને અડફેટે લીધા. ડમ્પર ચાલકે સર્જેલા અકસ્માતમાં ત્રણ લોકો ઈજાગ્રસ્ત થયા છે. હાલ તો ઈજાગ્રસ્ત ત્રણેય વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તો પાલોદ પોલીસે પણ ઘટનાસ્થળ પર પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે.