Surat Crime: ધુળેટીના દિવસે સુરતના ખોલવડમાં વધુ એક લુખ્ખાનો આતંક કેદ થયો સીસીટીવીમાં..
ધુળેટીના દિવસે સુરતના ખોલવડમાં વધુ એક લુખ્ખાનો આતંક કેદ થયો સીસીટીવીમાં. બાળકો વચ્ચે ક્રિકેટ રમવાને લઈને થયેલી બોલાચાલીમાં એક યુવકે બેટથી કરી દીધો હુમલો. જરા જુઓ આ સીસીટીવી ફુટેજ.. પહેલા જો બોલાચાલી કરતા કરતા બંન્ને રસ્તા પર જઈ રહ્યા છે. હુમલાખોર યુવકના હાથમાં બેટ છે.. થોડે આગળ જઈને બોલાચાલી એટલી ઉગ્ર બની કે એ યુવકે સામેવાળી વ્યક્તિ પર બેટથી હુમલો કરી દીધો. બેટથી માર મારતા એ વ્યક્તિ જમીન પર પટકાયો.. આટલેથી ન અટકતા યુવકે બેટના ફટકા મારતો જ રહ્યો. મહિલાએ તેને રોકવાનો પ્રયાસ કર્યો તો યુવકે મહિલાને પણ બેટ મારવાનો પ્રયાસ કર્યો. જો કે બાદમાં સ્થાનિકો એકઠા થઈ જતા યુવક ત્યાંથી ફરાર થઈ ગયો. સ્થાનિકોએ તાત્કાલિક ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યા.
Tags :
SURAT