Surat News: સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
Continues below advertisement
સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના, વેસુના વૃદ્ધને પોલીસકર્મીની ઓળખ આપી 1.71 કરોડ પડાવ્યા
સુરતમાં વધુ એક ડિજીટલ એરેસ્ટની ઘટના બની. વેસુના વૃદ્ધને મુંબઈના અંધેરી પોલીસ મથકના પીએસઆઈ પ્રદીપ સાવંત તરીકે ઓળખ આપી એક કરોડ 71 લાખ પડાવ્યાની સાયબર ક્રાઈમમાં ફરિયાદ નોંધાઈ. નરેશ ગોયલે ફેઈમ મની લોન્ડરિંગ કેસમાં સંડોવણી હોવાનું કહીને આજીવન કેદની થશે તેવી ધમકી આપીને ડિજીટલ એરેસ્ટનો શિકાર બનાવવામાં આવ્યા. એટલુ જ નહીં. આરબીઆઈ ગવર્નરના લેટર મોકલી સંપતિ, બેંક ખાતા ફ્રિઝ કરવાની પણ ધમકી આપી હતી. એટલુ જ નહીં. અન્ય કોઈને જાણ કરશો તો તેઓને પણ ગુનામાં સામેલ કરવાની ધમકી આપવામાં આવી હતી. જે બાદ વૃદ્ધે ફરિયાદ કરતા સાયબર ક્રાઈમે વધુ તપાસ હાથ ધરી છે.
Continues below advertisement