
Kumar Kanani Letter Bomb: સુરતના વરાછાના ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ | abp Asmita
ધારાસભ્ય કુમાર કાનાણીનો વધુ એક લેટર બોમ્બ. કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી ફરિયાદ. આ પત્રમાં ઉલ્લેખ કરાયો કોન્સ્ટેબલના તોડપાણીનો. કોન્સ્ટેબલે કોપીરાઈટના ગુનામાં ૮ લાખનો તોડ કર્યો હોવાની ફરીયાદ કરાઈ.
કોપીરાઈટના ગુનામાં સરથાણા પોલીસે તોડ કર્યાની ધારાસભ્ય કુમાર કાનાણીએ મુખ્યમંત્રી અને ગૃહમંત્રીને કરી ફરિયાદ. સરથાણા પોલીસના કોન્સ્ટેબલે કોપીરાઈટના ગુનામાં 8 લાખનો તોડ કર્યાની કરી ફરિયાદ. કુમાર કાનાણીએ કહ્યું સંકલન સમિતિની બેઠકમાં પણ મુદ્દો ઉઠાવ્યો હતો જેની તપાસ ક્યાં પહોંચી છે તેનો માગવાનો છે જવાબ. મુંબઈની જાણીતી કંપનીના ફિનાઈલના નામના સ્ટીકર અને કેનમાં હલકી ગુણવત્તાનો સામાન પેક કરીને વેંચાતો હતો. જે તે સમયે કાગળ ઉપર 20 લાખનો માલ હોવા છતા 3.31 લાખનો જ માલ બતાવ્યો અને બે આરોપીઓના નામ પણ ગૂમ કરી દેવાયા. જો કે પોલીસ કમિશનરે ઝોન-1 ડીસીપીને પૂછપરછ માટે આદેશ કર્યો હોવાની સામે આવી વાત