Bharuch Police Suicide | ભરુચમાં પોલીસે કરી લીધો આપઘાત, શું છે કારણ?

Bharuch Police Suicide | ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચ પોલીસમાં કમાન્ડો તરીકે ફરજ બજાવતા કિરીટ વાલાભાઈ વણકરએ પોતાની સર્વીસ ગનથી ગોળીબાર કરી આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. ભરૂચ પોલીસ હેડક્વાર્ટરમાંથી QRT વિભાગમાં હેડ કોન્સ્ટેબલ તરીકે કિરીટ વણકર ફરજ બજાવતા હતા. બપોરના સમયે તેમને અને તેમની પત્ની વચ્ચે દાંપત્ય જીવનને લઈને તકરાર થતા મામલો ગરમાયો હતો. તેમની પત્ની ઘરેથી નીકળી જતા રોષે ભરાયેલા કિરીટ વણકરે પોતાની સર્વિસ ગનથી ફાયરિંગ કરી જીવનલીલા સંકેલી લેતા દોડધામ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં જ ઉચ્ચ પોલીસ અધિકારીઓ સહિત FSL સહિતની ટીમોએ સ્થળ પર દોડી આવી વધુ તપાસ હાથ ધરી હતી. ઘટનામાં 3 રાઉન્ડ ફાયરિંગ થયું હોવાનો અંદાજ છે, ત્યારે હાલ તો બી’ ડિવિઝન પોલીસે આપઘાત અંગે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola