Surat Patidar Girl Suicide Case: સુરત પાટીદાર શિક્ષિકા આપઘાત કેસમાં થયો મોટો ઘટસ્ફોટ

સુરત પાટીદાર શિક્ષિકા આપઘાતકેસમાં થયો મોટો ઘટસ્ફોટ. પાટીદાર શિક્ષિકા અને આરોપી વચ્ચે હતા શારીરિક સંબંધ અને શિક્ષિકાએ બેવાર ગર્ભપાત પણ કરાવ્યો હતો. સાથે જ તેને પરાણે નશીલો પદાર્થ પણ આપવામાં આવતો. આ તમામ વાતોનો પર્દાફાશ થયો યુવતી અને આરોપી વચ્ચે થયેલી ચેટમાં. પાટીદાર શિક્ષિકાના મોબાઇલના 3 હજાર પાનાના FSL રિપોર્ટ અનુસાર મૃતક પાટીદાર શિક્ષિકા અને સગીર વચ્ચે જી-મેલમાં ઘણી બધી વાતચીત થઈ. શરીરસંબંધના કારણે મૃતકને ગર્ભ પણ રહી ગયો હતો અને તેનો ગર્ભપાત પણ કરાવ્યો હતો.એટલું જ નહીં બંને વચ્ચે થયેલા ઝઘડામાં ઉશ્કેરાઈને આરોપીએ મૃતકનું ગળું દબાવી દીધું, એવી પણ હકીકત ચેટમાં સામે આવી. આ સમયે મૃતકની ઉંમર 18 વર્ષથી નીચેની હતી,જેથી હવે આરોપી સામે પોક્સોની કલમ લગાવવાની પણ કરાઈ રજૂઆત. આ કેસમાં હજુ પણ કેટલાક મહતવના ખુલાસા થઈ શકે છે.  હાલ તો મૃતકના પિતાની પરિયાદના આધારે આરોપી કિશોર જુવેનાઈલ હોમમાં અને તેના પિતા જેલમાં છે. સમગ્ર મામલે તપાસ ચાલુ છે. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola