Surat: ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે ચૂંટણી કાર્યાલયનો કરાવ્યો પ્રારંભ
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે સ્થાનિક સ્વરાજની ચૂંટણી પ્રચારનો પ્રારંભ કરાવ્યો હતો. સ્થાનિક સ્વરાજની ચૂંટણી અંતર્ગત સુરતના 30 ઈલેક્શન કાર્યાલયોનો શુભારંભ કરાવ્યો હતો. પાટીલે કહ્યું કે, જે ઉમેદવારોને ટિકિટ આપી છે એ એમ ન માની લે કે તેઓ સર્વોતમ છે તમારા કરતાં પણ સિસ્ટમને વરેલા વધુ કાર્યકર્તાઓ હતા પણ તમને મળેલી આ તકને ન્યાય આપો.