સુરતના ઓલપાડમાં 19 હજાર વીઘામાં ગેરકાયદેસર ઝિંગા તળાવ પર બુલડોઝર ફેરવાયું, જુઓ વીડિયો
સુરતના ઓલપાડ તાલુકામાં ગેરકાયદે બાંધી દેવાયેલા ઝીંગા તળાવ પર બુલડોઝર ફેરવવામાં આવ્યું છે. સુરતના કાંઠા વિસ્તારમાં 19 હજાર વીઘાની સરકારી જમીન પર પાંચ હજારથી વધુ ગેરકાયદે ઝીંગા તળાવને તોડી પાડવાની કામગીરી શરૂ કરાઈ છે. ઝીંગા તળાવના કારણે કિમ અને નદીનું પાણી દર ચોમાસામાં ગામોમાં ભરાઈ જાય છે અને ખેડૂતોને ભારે નુકસાન થાય છે. સુરતના કાંઠા વિસ્તારમાં પાંચ હજારથી વધુ ઝીંગા તળાવ છે જેમાંથી માત્ર 419 ઝીંગા તળાવ કાયદેસર છે.