Surat: પાટીદાર સમાજને સાથ ન આપનાર ઉમેદવારોનો PAAS કરશે વિરોધ
આગામી 21મી ફેબ્રુઆરીએ સુરત સહિત 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. ત્યારે પાટીદાર અનામત આંદોલનના નેતા ધાર્મિક માલવિયાને કોંગ્રેસે ટિકિટ આપી હતી. જોકે, તેના સમર્થકોને ટિકિટ ન મળતાં તેણે ઉમેદવારી જ નોંધાવી નહોતી. હવે સુરતમાં પાસ લડી લેવાના મૂડમાં છે. સુરત પાસ સમિતિ દ્વારા નવી રણનીતિ ઘડવામાં આવી છે. જે પાટીદાર ઉમેદવારોએ સમાજને સાથ નથી આપ્યો, તેમની સામે વિરોધ કરશે.